ચિત્રસંગ્રહ
Her
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Book
Book
Family
Family
Her mother
Family
Family
Parvani
Family
Family
Family
Family
Nupur Zankar and the stage
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Family
Her Bhavnagar
Social media post: @poyanioza, Threads, 14 May 2026
Social media post: @poyanioza, Threads, 14 May 2026
Press and pages
Book
Book
ભાવનગર પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો સુભગ સમન્વય
'ગરબો'એ ગુજરાતનું અભિન્ન અંગ છે. ગરબા એ ગુજરાતને દેશમાં અને દુનિયામાં લોકપ્રિય બનાવ્યું છે. આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી તથા આજની અને ઉગતી પેઢી માટે આપણે ગરબાના વારસાને ઉજાગર કરવા માટે ઘણા કલા કસબીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. ભાવનગર એ કલા અને સંસ્કૃતિની નગરી છે.
બેઠા ગરબા : નવરાત્રી દરમિયાન પહેલાનાં સમયમાં ભાઈઓ રાત્રે ગામના ચોરે ગરબા, ગરબીની રમઝટ બોલાવતા અને ભવાઈ અને વેશ ભજવતા. ત્યારના સમયમાં ભાઈ-બહેનોનો ડ્રેસ પહેરી વેશ ભજવતા તેમાં આપણા પુરાણો જેમાં કે રામાયણ, મહાભારત વગેરેમાંથી ઉત્કૃષ્ટ પ્રસંગો લઈને ભવાઈ રૂપે રજુ કરતા. તે સમયમાં બહેનો ઘરની બહાર જાય જાહેરમાં ગરબા ગાવાની પ્રથા ન હતી બહેનો ઘરમાં જ ભેગા થઈ માતાજીની આરાધના કરતા અને મીઠી હલકે સ્તુતિ અને ગરબાઓ ગાઈ નિજાનંદ મેળવતા. આની શરૂઆત નાગર નાગર બ્રાહ્મણ અને બ્રાહ્મણ જ્ઞાતિની બહેનોએ બેઠા ગરબાની શરૂઆત કરી હતી. ભાવનગરમાં આજથી ૭૦ વર્ષ પહેલા નાગર જ્ઞાતિમાં દિવાનપરાનાં ભવ્ય મંગળ મહેલમાં દુર્લભ લક્ષ્મીબા, બહુચરાજી માતાનાં મંદિરની સામે રમા લક્ષ્મીબા, નાગર પોળમાં હર બાળા બા આ કુટુંબોએ બેઠા ગરબાની શરૂઆત કરી. તેમાં કુટુંબના વહુ દીકરીઓ અને સગાસંબંધીઓને આમંત્રણ આપવામાં આવતું. તેવી જ રીતે રબર ફેક્ટરીની સામે રામ ઝરૂખામાં મધુરિકા બેનને ઘેર પણ બેઠા ગરબા થતાં. જે તેમના પછી તેમના પુત્ર શ્રી પિનાકીનભાઈ મહેતાએ ચાલુ રાખેલ. પિનાકીનભાઈ મહેતાએ સાંઈ ભજનોની પણ શરૂઆત કરેલી. આ ઉપરાંત ભગાતળાવમાં યોગેન્દ્રભાઈ અને ઉપેન્દ્રભાઈ સારાભાઈ શુકલને ઘેર બેઠા ગરબા ગવાતા. અસ્તરની આંબલી એ રહેતા દિનકરભાઈ શુકલને ઘેર પણ બેઠા ગરબા ગવાતા હતા. હલુરિયાના ચોકના મહાદેવના મંદિર પાસે મંડપ નાખી નવરાત્રી દરમિયાન રોજ રાત્રે બાર વાગ્યા પછી ભવાઈ ભજવાતી આતાભાઈ ચોકમાં અને બાર્ટન લાઈબ્રેરીના ચોકમાં ભવાઈનું એક દૃશ્ય પૂરું થાય એટલે ભૂંગળ વાગે અને રંગલો અને રંગલી તા થૈયા થૈયા થઈ બોલાય અને સૂત્રધાર ત્વનારા [sic] નવા કથાનકની રજૂઆત કરે.
આજે પણ બેઠા ગરબા નાગર જ્ઞાતિના ખુબ જ પ્રચલિત છે ગુજરાત સૌરાષ્ટ્રનાં દરેક શહેરોના બેઠા ગરબાની રમઝટ બોલાવે છે. તે ઉપરાંત મુંબઈમાં તો ઘણા બધા ઉપનગરોમાં નાગર જ્ઞાતિની બહેનો અને
Transcribed from the printed page.
Book
Book
ગરબાની સ્પર્ધામાં નુપુર ઝંકાર સંસ્થા તરફથી ઘણા પારિતોષિકો જીત્યા હતા અને રાજ્ય કક્ષાએ પ્રસિદ્ધિ મેળવી હતી. આ સંસ્થાનાં ગરબા ગૂંથણીમાં શોભનાબેન ઓઝા, સોહીણીબેન વિરાણી, ભારતીબેન પંડ્યા, પોયણીબેન ઓઝા વગેરેનો ખૂબ જ મહત્વનો ફાળો હતો. આ ઉપરાંત ભાવનગરમાં ઘોઘાસર્કલ મિત્ર મંડળએ પ્રાચીન રાસ ગરબા માટે ઘણી નામના મેળવી હતી જેમાં શ્રી જયરાજસિંહ સરવૈયા, સોનલબેન શાહ, આશાબેન શાહ, મુરલીબેન મેઘાણી અને જીતુભાઈ ભટ્ટ જોસનાબેન ઉપાધ્યાય જેવા અન્ય કલાકારોનો મુખ્ય ફાળો હતો. ભાવનગરમાં સિત્તેર અને એંસીના દાયકામાં કલા સંગમ, વેણુનાદ, એમેચોર ગ્રુપ અને નેપ્ચ્યુન સંસ્થાની સ્થાપનાં થઈ હતી. પ્રાચીન રાસ ગરબા ગરબી ક્ષેત્રે ભાવનગરમાં અગત્યનું પ્રદાન આપેલ છે. જ્યારે અર્વાચીન ગરબામાં શ્રીમતી પોયણીબેન ઓઝાએ એક આગવી ઓળખ ઉભી કરી છે તેમને નાવીન્ય સભર 'અર્વાચીન ગરબાના પ્રણેતા' તરીકે ભાવનગરમાં પ્રસિદ્ધિ મેળવી છે તેમના ગરબામાં સેમી કલાસિકલ અને નૃત્યુ આધારિત ગરબા ચૂંટણી ખુબ જ મહત્ત્વનું અંગ છે. શ્રીમતી પોયણી ઓઝો 'ખુશ્બુ કલાવૃંદ' નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ગુજરાત નૃત્ય નાટ્ય અકાદમી તરફથી રાજ્યકક્ષાની તેમજ જિલ્લા કક્ષાની હરિફાઈઓમાં ૧૯૮૦થી ૧૯૮૮ સુધી નિર્ણાયક તરીકેની સેવા આપી છે. ભાવનગરથી પ્રસારિત છતાં સૌરાષ્ટ્ર સમાચારનાં કલાજગતનાં તંત્રી શ્રી ચંદ્ર ઓઝા, શ્રી રમેશભાઈ ઓઝા ભાવનગરનાં કલાકારોને ઘણું પ્રોત્સાહન આપતા હતા. તેમની કલા સુઝ દાદ માંગી લે તેવી હતી.
શ્રી રાજાબાબુ શ્રી સુરેશભાઈ બુચ, ડોકટર નીલુભાઈ વૈષ્ણવ, એડવોકેટ શ્રી અક્ષય ઓઝા તથા અન્ય અગ્રણીઓ અને ભાવનગરના ખ્યાતનામ કલાકારોનો સાથ લઈ આલાપનામની સંસ્થા તેમણે શરૂ કરી હતી. alec ના [sic] ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમતી પોયણીબેન ઓઝાએ પરવણી નામનો આપણા પર્વ ઉપર આધારિત સાડા ત્રણ કલાકનો કાર્યક્રમ આપ્યો હતો. જેને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી આ વિશે અખબારોએ જે લખ્યું હતું તે પ્રસ્તુત કરું છું. સૌરાષ્ટ્ર સમાચાર તારીખ ૨૦-૩-૧૯૭૮. પરવણીના દિગ્દર્શન ગરબા ગૂંથણી અને આયોજન પાછળ શ્રીમતી પોયણી ઓઝાએ તનતોડ પુરુષાર્થ કર્યો હતો લગભગ ૭૫ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જાણીતા સંગીતકાર શ્રી મહમદભાઈ દેખૈયા એ કરેલ શાસ્ત્રીય સ્વરનિયોજનને પરણીની [sic] ઉજવણી વધુ ઉલ્લાસ ભરી રંગત ભરી અને દિલ ડોલન બનાવી હતી. કાર્યક્રમનાં પ્રમુખ પદે જિલ્લા કલેકટર શ્રી રામભદ્રં અને અતિથિ વિશેષ પદે ગુજરાતી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. જાણીતા લોક કલાકાર શ્રી પ્રફુલ્લ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રંગમંચ ઉપરથી કહ્યું હતું કે પોયણી બેનના આવા સરસ ગરબાનો કાર્યક્રમ જોઈને મને દુઃખ થાય છે કે મને નાચતા નથી આવડતું. પરભણીના [sic] ગાયક કલાકાર ઓમાન રેડિયો કલાકાર શ્રી પિનાકીનભાઈ મહેતા અને કુમારી રેખા ભટ્ટ ઉપરાંત શ્રીમતી હર્ષિદાબેન બુચ, શ્રીમતી સરયુબેન નાણાવટી કુમારી દીપ્તિ ભટ્ટ શ્રીમતી યામિની બેન ઓઝા જ્યારે વાદ્યવૃંદમાં શ્રી અમરશીભાઈ મહેતા, બળવંતભાઈ પરમાર, સુરેશભાઈ વાઘેલા તથા બંસરી
Transcribed from the printed page.
Book
Book
નાગર મંડળો બેઠા ગરબાનું ભવ્ય આયોજન કરે છે અને વર્ષોરવ્ય [sic] તેમાં નાવીન્યતા ઉમેરે છે.
શેરી ગરબા : ધીમે ધીમે બેઠા ગરબા ઉપરાંત શેરીના ગરબા શરૂ થયા. ગામડાનાં ચોકમાં શેરીઓમાં અને પોળોમાં ગરબા પ્રચલિત થયા. ખાસ કરીને તેમાં પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા લોકગીતો ઉપર ગરબા રમતા. જેમાં ધીમે ધીમે બધી જ જ્ઞાતિની બહેનો ગરબે રમવા આવવા લાગી. પ્રથમ ગરબાનું સ્થાપન કરી તેમાં દીપ પ્રગટાવી પૂજા કરાય ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે ગરબા ઉપર ૨૭ છિદ્રો હોય છે. નવ ત્રણ લાઈન એટલે ૨૭ છિદ્રો જે ૨૭ નક્ષત્ર છે એક નક્ષત્રને ચાર ચરણ હોય છે તેથી ૨૭ ગુણ્યા ૪ = ૧૦૮. નવરાત્રીમાં ગરબાને મધ્યાં રાખી ૧૦૮ વખત ગરબે રમવાથી સંપૂર્ણ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આ ગરબા રમવાનું આ ખાસ મહાત્મ્ય છે. ભાવનગરમાં શેરીના ગરબાની શરૂઆત વજીર વાળી શેરીમાં કુંજ લતાબેન મહેતા, પ્રજ્ઞાબેન ઓઝા, યોગેશ્વરીબેન દેસાઈ, અને ભુવનેશ્વરીબેન દેસાઈએ કરી હતી. તેમાં તેઓને ચંદ્રપ્રભાબેન વોરા, સુધાબેન દેસાઈ, હર્ષવિણાબેન મહેતા, રાસેશ્વરીબેન દેસાઈ વગેરેનો સહકાર મળ્યો હતો. થોડા સમયમાં શેરીનો ગરબો ખુબ જ પ્રચલિત થયો. તેથી વજીરવાળી શેરીનો ગરબો મહાજનના વંડામાં સ્થળાંતર થયો. શેરીનો ગરબો ભાવનગરમાં નાગરપોળ, ભગાતળાવ, કણબીવાડ, કરચલીયાપરા, ક્રેસન્ટ સર્કલ ઘોઘાસર્કલ અને અન્ય સ્થળોએ રમવાલાગ્યો. કરચલીયા પરામાં શ્રમ જીવી બહેનો નવરાત્રી શિવય [sic] પણ નિજાનંદ માટે રાત્રે ભેગા થઈ બારે મહિના ગરબા ગાતા હોય છે. રંગમંચનાં ગરબા અને સ્પર્ધાત્મક ગરબા ધીમે ધીમે શેરી ગરબામાંથી રંગમંચ ઉપર અને સોસાયટીઓમાં ગરબા રમાતા થયા. ભાવનગરમાં રંગમંચ ઉપર ગરબાની શરૂઆત સંસ્કાર મંડળ, સોલ્ટ રિસર્ચ અને થિયોસોફિકલ લોજના રંગમંચ ઉપર થઈ હતી. તેમાં એક જ કાર્યક્રમમાં અલગ-અલગ સંસ્થાઓના ગરબા રજુ થતાં ભાવનગરમાં શ્રી ચમનભાઈ મહેતાનાં દિવાનપરા રોડ ઉપરનાં મકાનમાં કલાગુરુ શ્રી જગદીપ વિરાણી મોટાભાઈ દ્વારા 'સપ્તકલા' નામની અલગ અલગ કલાઓને વિકસાવતી સંસ્થા શરૂ કરી. એમાં તેમને શ્રી વિલિયમભાઈ વિરાણી, જય શ્રીકાંતભાઈ વિરાણી નૈનીભાઈ કલાગુરુ શ્રી મહંમદભાઈ દેખાયા, શ્રી ઉષા કાન્તભાઈ મહેતા, શ્રી ભાર્ગવભાઈ પંડ્યાનાં સહકારથી સપ્તકલાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આ સંસ્થામાં નૃત્ય, સુગમ સંગીત, સંગીતના વાદ્યો જેવા કે તબલા, હાર્મોનિયમ, વાયોલીન, મેંડોલિન, સિતાર ચિત્રકલા વગેરે કળાઓ શીખવતા. આ સંસ્થાએ ભાવનગરને અને કલાકારો આપ્યા છે જેવા કે સોહિણીબેન વિરાણી, તૃષાબેન ઓઝા, યામિનીબેન ઓઝા, શોભનાબેન ઓઝા, વરણાબેન દેસાઈ, કમલભાઈ વિરાણી, તરુણભાઈ મહેતા, તૃપ્તિબેન દેસાઈ, પોયણીબેન ઓઝા, સાધનાબેન દેસાઈ, ભારતીબેન પંડ્યા જેવા ઘણા કલાકારો આપ્યા છે.
રંગમંચના ગરબા ક્ષેત્રે, ભાવનગરમાં ૬૦ના દાયકામાં શ્રીમતી પ્રજ્ઞાબેન ઓઝા અને શ્રીમતી કુંજ લતાબેન મહેતાના ગરબાએ ઘણું મહત્વનું પ્રદાન આપેલ છે. આ બેલડીએ શરૂ કરે સંસ્થા નૂપુર ઝંકારના નેજા હેઠળ ભાવનગરમાં ૧૨ ગરબાનો એક સળંગ કાર્યક્રમ પહેલીવાર રજુ થયો અને ખુબ જ લોકપ્રિય થયો. ગુજરાત રાજ્ય નૃત્ય નાટ્ય અકાડમી તરફથી ગાંધીનગર ખાતે યોજાતી પ્રાચીન અને અર્વાચીન
Transcribed from the printed page.
Book
Book
ઉપર તરુણભાઈ મહેતા વાયોલીન ઉપર શ્રી હરિહર ભાઈ કાપડી અને મેંડોલિન ઉપર કમલભાઈ વિરાણી એ સંગત આપેલી હતી. ગુજરાત સમાચાર તા. ૨-૪-૧૯૭૮ રંગમ શશીકાંત નાણાવટી, ભાવનગરમાં અલગ [sic] સંસ્થાનાં ઉદ્ઘાટન નિમિત્તે તા. ૧૪મી માર્ચ ૧૯૭૮ આપણા જીવન સાથે તારા માળાની જેમ વણાઈ ગયેલ વર્ષભરના પર્વો તહેવારો વ્રતોથી કથા પર આધારિત રાસ ગરબા નૃત્ય સભર કાર્યક્રમ પરવણી રજૂ થયો. પરવણીનાં ગરબા ગૂંથણી દિગ્દર્શન તથા આયોજન પાછળ શ્રીમતી પોયણીએ ઓઝાનો અથાગ પરિશ્રમ ઉપસી આવતો હતો. શ્રીમતી કોઈની [sic] ઓઝાએ શરૂ કરેલ તેઓ શ્રીમતી પ્રજ્ઞાબેન ઓઝાના પુત્રી થાય. તેમની સંસ્થા 'ખુશ્બુ કલાવૃંદ'ના નેજા હેઠળ ભાવનગર, મુંબઈ, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં કાર્યક્રમો કરેલા જે ખુબ જ લોકચાહના મેળવતા હતા. આ કાર્યક્રમો માટે ગુજરાતનાં અખબારો શું કહે છે તે જોઈએ.
ગુજરાત સમાચાર તા. ૧૯-૧૦-૧૯૮૧, શ્રીમતી પોયણીબેન ઓઝાની યશસ્વી સિદ્ધિ. તા. ૯-૧૦-૧૯૮૧ના રોજ ભાવનગરના થિયોસોફિકલ લોજના રંગમંચ ઉપર રજુ થઈ આ કાર્યક્રમ સર્વાંગી સુંદર બની રહ્યો અને હિટ ગયો. લોકનૃત્યો ગરબાનાં કાર્યક્રમ માટે ચાર પાંચ હજારનાં એક પ્રેક્ષક ગણોને આખા કાર્યક્રમ દરમિયાન યથાવત જાળવી રાખવાનું ભાવનગરમાં કદી શક્ય બન્યું ન હતું. પરવણીનાં સર્જન પછી ઝાંઝરનો ઝણકારના આ નિર્માણ સાથે શ્રીમતી પોયણી ઓઝા મુંબઈના શ્રીમતી વીણા મહેતા, અને શ્રીમતી શુભાબેન સ્વાદિયા, તથા અમદાવાદનાં શ્રીમતી સુધાબેન દિવેટિયા, શ્રીમતી જયશ્રીબેન અનિલભાઈ, સ્મિતા શાસ્ત્રી, શ્રીમતી ચિત્રા શાહ, મીરા મેનન વગેરે અર્વાચીન ગરબાનાં સિદ્ધ કલાકારોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે જ પણ ગુજરાતના ગરબા ક્ષેત્રના નકશામાં ભાવનગરને ગૌરવપ્રદ સ્થાનો અપાવે છે.
રંગપ્રભા તા. ૨૫-૧૨-૧૯૮૧ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કલાક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું ભાવનગરનું ખુશ્બુ કલાવૃંદ લોકસંગીત, લોકનૃત્ય અને સંઘ નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા સાંસ્કૃતિક વારસાની ધરાને છેલ્લા બે વર્ષથી સતત ભીંજવી રહી છે તેમની કલાકૃતિઓમાં નાવીન્યતા અને મૌલિકતાની સાથે સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો સુભગ સમન્વય જોવા મળે છે. આ કલાવૃંદનાં કસુંબી છે શ્રીમતી પોયણી ઓઝા. તેમના દિગ્દર્શન દર્શન અને માર્ગદર્શન હેઠળ 'ખુશ્બુ કલાવૃંદ'એ ટૂંક સમયમાં પ્રગતિની હરણફાળ ભરી છે. શ્રીમતી પોયણી ઓઝાએ મુંબઈ અને અમદાવાદ દુરદર્શન ઉપર તેમના ગરબા કલાકૃતિઓ આપેલી છે. આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનની કોન્સર્ટમાં તેમના ગરબાઓ એ ઘણી પ્રસંશા મેળવી હતી. સૌરાષ્ટ્ર સમાચાર તા. ૨૯-૧૦-૨૦૦૭, ૨૫ વર્ષ પહેલા કલાની દૃષ્ટિએ વર્ષના શ્રેષ્ઠ કાર્યક્રમો, પરવણી નિર્માણ, આલાપ, દિગ્દર્શન, શ્રીમતી પોયણી ઓઝા, નૃત્ય નિર્દેશન... અરવાચીન શ્રીમતીપોયણી ઓઝા. નૃત્ય નિર્દેશન... પ્રાચીન જીતુભાઈ ભટ્ટ. સંગીત નિર્દેશન... શ્રી મહમદભાઈ દેખાયા, ભક્ત કવિશ્રી દયારામથી લઈને કવિશ્રી નર્મદ સુધીના કાવ્યો લોકગીતો અને ગરબાનો પ્રાચીન ગરબામાં સમાવેશકરવામાં આવે છે. પ્રાચીન ગરબામાં એક તાળી, બે તાળી, ત્રણ તાળી, અને તાળી ચપટીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સાંબેલુ, વલોણું,
પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.
Transcribed from the printed page.
Book
Book
સુપડા, ટીપણી, ગરબો, દિવડા, માંડવી વગેરે સાધનોનો ઉપયોગ થતો. પ્રાચીન ગરબો ગોળ ફરીને તથા કમરથી માંડ વળીને કરાતો. કવિશ્રી નર્મદ પછીના આજના આધુનિક કવિઓની કૃતિઓને આપણે અર્વાચીન ગરબાનું મુખ્ય અંગ છે. અર્વાચીન ગરબામાં પણ વિવિધ સાધનો ઉપયોગ કરવામાં આવે છે. માંડવી, બેડું, મંજીરા, દિવી, આરતી વગેરે સાધનોનો ઉપયોગ ગરબામાં આવે છે. સ્પર્ધાત્મક ગરબામાં પ્રાચીન અને અર્વાચીન ગરબાને અનુરૂપ વેશભૂષા કરવી જરૂરી છે ગરબો અંદરથી જ ગવાય અને અંદરથી જ ઝિલાતા. કોસ્મોપોલીટીન શહેરોમાં ગરબાનું સ્વરૂપ થોડું વિકૃત થતું જાય છે. જેમાં ગરબાનું મૂળ તત્વ નથી સચવાતું. ડિસ્કો ગરબા, ડિસ્કો દાંડીયા, ચલચિત્રોનાં ગીતો ઉપર ગરબે ઘુમવું તે ફેશન થઈ ગઈ છે. આ ટ્રેન્ડ ધીરે ધીરે મોટા શહેરોમાંથી નાના શહેરોમાં અને ગામડામાં પણ પ્રસરી રહ્યો છે જે ચિંતાની બાબત છે. આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી અને યુવા પેઢીને ઉજાગર કરવી તે તાતી જરૂરિયાત છે. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તે ઉક્તિને ઉજાગર કરતા શ્રીમતી પોયણી ઓઝાએ ૯૦ના દાયકામાં હોંગકોંગમાં પણ તેમની કલા સુઝથી ખુબ જ ચાહના મેળવી હતી. ૧૯૮૯થી ૧૯૯૮ સુધી હોંગકોંગમાં ગુજરાતી સમાજ, ઇન્ડિયન આર્ટસ સર્કલ, હિન્દુ એસોસિયેશન વગેરે સંસ્થાઓમાં તેમની ગરબા ગુંથણીએ ધૂમ મચાવી હતી ત્યારબાદ ૨૦૧૫થી ૨૦૧૭માં સિડની ઓસ્ટ્રેલિયાના પણ તેઓ ગરબા હરીફાઈમાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
શ્રીમતી પોયણી ઓઝા, ક્વોલીફીકેશન, B.A., B.Ed. અર્વાચીન ગરબાને અને લોક નૃત્યના નિર્માતા, ભાવનગરના અર્વાચીન ગરબાનાં પ્રણેતા, ખુશ્બુ કલાવૃંદ, સંસ્થાનાં સ્થાપક
Transcribed from the printed page.
Press
Press: City Anchor, Yagnesh Acharya, 4 October
The full text of this clipping is Yagnesh Acharya’s article, reproduced in his own words on Yagneshbhai’s memories.
Read the full Gujarati textPress: Saurashtra Samachar, 20 March 1978 · Book: Shri Garba-Raas Puran, p. 189
Press: Saurashtra Samachar, 20 March 1978 · Book: Shri Garba-Raas Puran, p. 189
Saurashtra Samachar, 20 March 1978, as quoted in Shri Garba-Raas Puran, p. 189 (continuing on p. 190)
સૌરાષ્ટ્ર સમાચાર તારીખ ૨૦-૩-૧૯૭૮. પરવણીના દિગ્દર્શન ગરબા ગૂંથણી અને આયોજન પાછળ શ્રીમતી પોયણી ઓઝાએ તનતોડ પુરુષાર્થ કર્યો હતો લગભગ ૭૫ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જાણીતા સંગીતકાર શ્રી મહમદભાઈ દેખૈયા એ કરેલ શાસ્ત્રીય સ્વરનિયોજનને પરણીની [sic] ઉજવણી વધુ ઉલ્લાસ ભરી રંગત ભરી અને દિલ ડોલન બનાવી હતી. કાર્યક્રમનાં પ્રમુખ પદે જિલ્લા કલેકટર શ્રી રામભદ્રં અને અતિથિ વિશેષ પદે ગુજરાતી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. જાણીતા લોક કલાકાર શ્રી પ્રફુલ્લ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રંગમંચ ઉપરથી કહ્યું હતું કે પોયણી બેનના આવા સરસ ગરબાનો કાર્યક્રમ જોઈને મને દુઃખ થાય છે કે મને નાચતા નથી આવડતું. પરભણીના [sic] ગાયક કલાકાર ઓમાન રેડિયો કલાકાર શ્રી પિનાકીનભાઈ મહેતા અને કુમારી રેખા ભટ્ટ ઉપરાંત શ્રીમતી હર્ષિદાબેન બુચ, શ્રીમતી સરયુબેન નાણાવટી કુમારી દીપ્તિ ભટ્ટ શ્રીમતી યામિની બેન ઓઝા જ્યારે વાદ્યવૃંદમાં શ્રી અમરશીભાઈ મહેતા, બળવંતભાઈ પરમાર, સુરેશભાઈ વાઘેલા તથા બંસરી ઉપર તરુણભાઈ મહેતા વાયોલીન ઉપર શ્રી હરિહર ભાઈ કાપડી અને મેંડોલિન ઉપર કમલભાઈ વિરાણી એ સંગત આપેલી હતી.
Transcribed from the printed page.
Press: Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981 · Book: Shri Garba-Raas Puran
Press: Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981 · Book: Shri Garba-Raas Puran
Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981, as quoted in Shri Garba-Raas Puran, p. 190
ગુજરાત સમાચાર તા. ૨-૪-૧૯૭૮ રંગમ શશીકાંત નાણાવટી, ભાવનગરમાં અલગ [sic] સંસ્થાનાં ઉદ્ઘાટન નિમિત્તે તા. ૧૪મી માર્ચ ૧૯૭૮ આપણા જીવન સાથે તારા માળાની જેમ વણાઈ ગયેલ વર્ષભરના પર્વો તહેવારો વ્રતોથી કથા પર આધારિત રાસ ગરબા નૃત્ય સભર કાર્યક્રમ પરવણી રજૂ થયો. પરવણીનાં ગરબા ગૂંથણી દિગ્દર્શન તથા આયોજન પાછળ શ્રીમતી પોયણીએ ઓઝાનો અથાગ પરિશ્રમ ઉપસી આવતો હતો. શ્રીમતી કોઈની [sic] ઓઝાએ શરૂ કરેલ તેઓ શ્રીમતી પ્રજ્ઞાબેન ઓઝાના પુત્રી થાય. તેમની સંસ્થા 'ખુશ્બુ કલાવૃંદ'ના નેજા હેઠળ ભાવનગર, મુંબઈ, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં કાર્યક્રમો કરેલા જે ખુબ જ લોકચાહના મેળવતા હતા. આ કાર્યક્રમો માટે ગુજરાતનાં અખબારો શું કહે છે તે જોઈએ.
ગુજરાત સમાચાર તા. ૧૯-૧૦-૧૯૮૧, શ્રીમતી પોયણીબેન ઓઝાની યશસ્વી સિદ્ધિ. તા. ૯-૧૦-૧૯૮૧ના રોજ ભાવનગરના થિયોસોફિકલ લોજના રંગમંચ ઉપર રજુ થઈ આ કાર્યક્રમ સર્વાંગી સુંદર બની રહ્યો અને હિટ ગયો. લોકનૃત્યો ગરબાનાં કાર્યક્રમ માટે ચાર પાંચ હજારનાં એક પ્રેક્ષક ગણોને આખા કાર્યક્રમ દરમિયાન યથાવત જાળવી રાખવાનું ભાવનગરમાં કદી શક્ય બન્યું ન હતું. પરવણીનાં સર્જન પછી ઝાંઝરનો ઝણકારના આ નિર્માણ સાથે શ્રીમતી પોયણી ઓઝા મુંબઈના શ્રીમતી વીણા મહેતા, અને શ્રીમતી શુભાબેન સ્વાદિયા, તથા અમદાવાદનાં શ્રીમતી સુધાબેન દિવેટિયા, શ્રીમતી જયશ્રીબેન અનિલભાઈ, સ્મિતા શાસ્ત્રી, શ્રીમતી ચિત્રા શાહ, મીરા મેનન વગેરે અર્વાચીન ગરબાનાં સિદ્ધ કલાકારોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે જ પણ ગુજરાતના ગરબા ક્ષેત્રના નકશામાં ભાવનગરને ગૌરવપ્રદ સ્થાનો અપાવે છે.
પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.
Transcribed from the printed page.
Press: Rangprabha, 25 December 1981; Saurashtra Samachar, 29 October 2007 · Book: Shri Garba-Raas Puran
Rangprabha, 25 December 1981, and Saurashtra Samachar, 29 October 2007, as quoted in Shri Garba-Raas Puran, p. 190
રંગપ્રભા તા. ૨૫-૧૨-૧૯૮૧ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કલાક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું ભાવનગરનું ખુશ્બુ કલાવૃંદ લોકસંગીત, લોકનૃત્ય અને સંઘ નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા સાંસ્કૃતિક વારસાની ધરાને છેલ્લા બે વર્ષથી સતત ભીંજવી રહી છે તેમની કલાકૃતિઓમાં નાવીન્યતા અને મૌલિકતાની સાથે સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો સુભગ સમન્વય જોવા મળે છે. આ કલાવૃંદનાં કસુંબી છે શ્રીમતી પોયણી ઓઝા. તેમના દિગ્દર્શન દર્શન અને માર્ગદર્શન હેઠળ 'ખુશ્બુ કલાવૃંદ'એ ટૂંક સમયમાં પ્રગતિની હરણફાળ ભરી છે. શ્રીમતી પોયણી ઓઝાએ મુંબઈ અને અમદાવાદ દુરદર્શન ઉપર તેમના ગરબા કલાકૃતિઓ આપેલી છે. આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનની કોન્સર્ટમાં તેમના ગરબાઓ એ ઘણી પ્રસંશા મેળવી હતી.
સૌરાષ્ટ્ર સમાચાર તા. ૨૯-૧૦-૨૦૦૭, ૨૫ વર્ષ પહેલા કલાની દૃષ્ટિએ વર્ષના શ્રેષ્ઠ કાર્યક્રમો, પરવણી નિર્માણ, આલાપ, દિગ્દર્શન, શ્રીમતી પોયણી ઓઝા, નૃત્ય નિર્દેશન... અરવાચીન શ્રીમતીપોયણી ઓઝા. નૃત્ય નિર્દેશન... પ્રાચીન જીતુભાઈ ભટ્ટ. સંગીત નિર્દેશન... શ્રી મહમદભાઈ દેખાયા, ભક્ત કવિશ્રી દયારામથી લઈને કવિશ્રી નર્મદ સુધીના કાવ્યો
પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.
Transcribed from the printed page.
Press: City Anchor, report of Dr Lakshman Vadher’s lecture
City Anchor page, Bhavnagar, 6 September (year not shown)
સિટી એન્કર
સુરક્ષા, લોકકલ્યાણ અને કલાત્મકતાનો અદ્ભુત સંગમ એટલે આ સ્થાપત્યો
ભાવેણાના સ્થાપત્ય શાસકોની કલ્યાણકારી નીતિનાં જીવંત પ્રતીક
રોટરી ક્લબ ખાતે યોજાયું ડો. લક્ષ્મણ વાઢેરનું વ્યાખ્યાન
ભાવનગર | 6 સપ્ટેમ્બર
રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા ઘોઘા સર્કલ સ્થિત રોટરી હોલ ખાતે 'ભાવનગરનો સ્થાપત્ય વારસો' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શામળદાસ કોલેજના પ્રો. ડો. લક્ષ્મણ વાઢેરે ભાવનગરના ઐતિહાસિક નગર-સ્થાપત્ય અને લોકકલ્યાણકારી આયોજન પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભાવનગરના શાસકો દ્વારા નિર્મિત સ્થાપત્યો માત્ર પથ્થરની ભવ્ય ઇમારતો નથી, પરંતુ પ્રજા પ્રત્યેની ઉદારતા અને કલ્યાણકારી ભાવનાના જીવંત સ્મારકો છે. રાજવીઓએ પોતાની વિલાસિતાને બદલે લોકહિત અને પ્રજાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. મોખડાજી ગોહિલના સમયમાં બનેલું પીરમબેટનું દરિયાઈ સ્થાપત્ય હોય કે શિહોરના ડુંગરા પરનું બાંધકામ, તે સૌ પ્રજાની સલામતીના ભાગરૂપે તૈયાર કરાયા હતા.
ભાવનગરમાં જનહિતને કેન્દ્રમાં રાખીને આલ્ફ્રેડ હાઇસ્કૂલ, માજીરાજબા કન્યાશાળા, જશોનાથ મહાદેવ મંદિર, તખ્તેશ્વર મહાદેવ, ગંગાદેરી, સર તખ્તસિંહજી હોસ્પિટલ, શામળદાસ કોલેજ, બાર્ટન લાઈબ્રેરી, શ્રી ગૌરીશંકર તળાવ (બોરતળાવ), નંદકુંવરબા અનાથ બાલિકાગૃહ અને બંદર લોકગેટ જેવી અદ્ભુત રચનાઓ કરવામાં આવી. આ તમામ બાંધકામોમાં ભારતીય, ઇસ્લામિક અને યુરોપિયન શૈલીનો અપ્રતિમ ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ ઐતિહાસિક સ્થાપત્ય ઘડતરમાં ગૌરીશંકર ઓઝા, શામળદાસ મહેતા, વિઠ્ઠલદાસ મહેતા, વિજયશંકર ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી અને અનંતરાય પટ્ટણી જેવા દીવાનોએ શાસકોના વિઝનને જમીન પર ઉતારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
શહેરમાં દેસાઈ શૈલેન્દ્રકુમાર વિધુતરાયનું 'હરિ ભુવન', અમૃતરાય દેસાઈનું મકાન અને ટી.બી. જૈન કન્યાશાળા જેવી ખાનગી ઇમારતો પણ પ્રાચીન ભવનકલાની ગૌરવશાળી ઓળખ જાળવી રાખે છે. ભાવનગર રાજ્ય તેના સ્થાપત્યો માટે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતું રાજ્ય હતું.
કૃષ્ણનગરના આયોજનનો યશ વી. સી. મહેતાને ફાળે
ભાવનગરના આધુનિક નગર આયોજન 'કૃષ્ણનગર'નો યશ વાસ્તુકલા નિષ્ણાત વિરેન્દ્રરાય ચંદ્રશંકર મહેતાને ફાળે જાય છે. તેમણે ભાવનગર ઉપરાંત રાજકોટ, મોરબી, ગોંડલ અને વાંકાનેર જેવા શહેરોના આયોજનમાં પણ સેવાઓ આપી હતી. તેઓ 'ગૃહવિધાન' પુસ્તક થકી 'નગર શિલ્પી' તરીકે પ્રખ્યાત થયા. સર જોન ગ્રીફિથ અને પ્રોફેસર સિમ્સનના સહયોગથી ભાવનગરનો સ્થાપત્ય વારસો વધુ સમૃદ્ધ બન્યો. આ ઉપરાંત સર વિશ્વેશ્વરૈયાના શિષ્ય ઉપેન્દ્ર ભટ્ટે શહેરની ભૂગર્ભ ગટર વ્યવસ્થા, વોટર ફિલ્ટ્રેશન અને લોકગેટ તેમજ વિક્ટોરિયા બંધના ટેકનિકલ નિર્માણમાં મોટું પ્રદાન આપ્યું હતું.
Transcribed from the printed page.