Her Work

Parvani

પરવણી

‘પરવણી’ — પર્વ પરથી — આખા વર્ષના તહેવારો, ઉત્સવો અને વ્રતોની કથાઓ પર આધારિત રાસ, ગરબા અને નૃત્યનો કાર્યક્રમ હતો. ૧૯૭૮માં ગુજરાત સમાચારે લખ્યું કે આ પર્વો આપણા જીવનમાં ‘તારા માળાની જેમ’ ગૂંથાયેલાં છે.

Press: Gujarat Samachar 2-4-1978

Press: Gujarat Samachar 2-4-1978

The festival year

Programme credits

Premiere, ૧૪ March ૧૯૭૮

At the inauguration of Aalap, Bhavnagar.

Concept, choreography and direction
Poyani Oza
Classical music composition
Mohammadbhai Dekhaiya
Dancers
about 75 women
Length
three and a half hours
અધ્યક્ષ
જિલ્લા કલેક્ટર રામભદ્રન
Guest of honour
Upendra Trivedi, Gujarati film actor
ઉપસ્થિત
લોકકલાકાર પ્રફુલ્લ દવે, જેમણે મંચ પરથી કહ્યું કે પોયણીબેનનો આવો સુંદર ગરબા કાર્યક્રમ જોઈને તેમને દુઃખ થાય છે કે પોતાને નાચતાં નથી આવડતું
Singers
Pinakinbhai Mehta, Rekha Bhatt (later Rekha Trivedi), Harshidaben Buch, Saryuben Nanavati, Dipti Bhatt, Yamini Oza (Poyani Oza’s elder sister)
Note
Among the singers was her elder sister Yaminiben Oza (Family).
Musicians
Amarshibhai Mehta, Balwantbhai Parmar, Sureshbhai Vaghela, Hariharbhai Kapdi (violin), Kamalbhai Virani (mandolin), and others
Press: Saurashtra Samachar 20-3-1978; Gujarat Samachar 2-4-1978, Rangam column by Shashikant Nanavati

Press: Saurashtra Samachar 20-3-1978; Gujarat Samachar 2-4-1978, Rangam column by Shashikant Nanavati · press-02Press: Saurashtra Samachar 20-3-1978; Gujarat Samachar 2-4-1978, Rangam column by Shashikant Nanavati · press-01

Prachin choreography
Jitubhai Bhatt
Press: Saurashtra Samachar 29-10-2007

Press: Saurashtra Samachar 29-10-2007

Bansuri
Tarunbhai Mehta
Press: Saurashtra Samachar 20-3-1978

Press: Saurashtra Samachar 20-3-1978

Saurashtra Samachar, 20 March 1978, on the premiere of Parvani, as quoted in Shri Garba-Raas Puran, p. 189 (continuing on p. 190).
Press: Saurashtra Samachar, 20 March 1978 · Book: Shri Garba-Raas Puran, p. 189

Saurashtra Samachar, 20 March 1978, as quoted in Shri Garba-Raas Puran, p. 189 (continuing on p. 190)

P1

સૌરાષ્ટ્ર સમાચાર તારીખ ૨૦-૩-૧૯૭૮. પરવણીના દિગ્દર્શન ગરબા ગૂંથણી અને આયોજન પાછળ શ્રીમતી પોયણી ઓઝાએ તનતોડ પુરુષાર્થ કર્યો હતો લગભગ ૭૫ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જાણીતા સંગીતકાર શ્રી મહમદભાઈ દેખૈયા એ કરેલ શાસ્ત્રીય સ્વરનિયોજનને પરણીની [sic] ઉજવણી વધુ ઉલ્લાસ ભરી રંગત ભરી અને દિલ ડોલન બનાવી હતી. કાર્યક્રમનાં પ્રમુખ પદે જિલ્લા કલેકટર શ્રી રામભદ્રં અને અતિથિ વિશેષ પદે ગુજરાતી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. જાણીતા લોક કલાકાર શ્રી પ્રફુલ્લ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રંગમંચ ઉપરથી કહ્યું હતું કે પોયણી બેનના આવા સરસ ગરબાનો કાર્યક્રમ જોઈને મને દુઃખ થાય છે કે મને નાચતા નથી આવડતું. પરભણીના [sic] ગાયક કલાકાર ઓમાન રેડિયો કલાકાર શ્રી પિનાકીનભાઈ મહેતા અને કુમારી રેખા ભટ્ટ ઉપરાંત શ્રીમતી હર્ષિદાબેન બુચ, શ્રીમતી સરયુબેન નાણાવટી કુમારી દીપ્તિ ભટ્ટ શ્રીમતી યામિની બેન ઓઝા જ્યારે વાદ્યવૃંદમાં શ્રી અમરશીભાઈ મહેતા, બળવંતભાઈ પરમાર, સુરેશભાઈ વાઘેલા તથા બંસરી ઉપર તરુણભાઈ મહેતા વાયોલીન ઉપર શ્રી હરિહર ભાઈ કાપડી અને મેંડોલિન ઉપર કમલભાઈ વિરાણી એ સંગત આપેલી હતી.

Transcribed from the printed page.

Gujarat Samachar, 2 April 1978 (Rangam column by Shashikant Nanavati) and 19 October 1981, on Parvani (1978) and Jhanjharno Jhankar (1981), as quoted in Shri Garba-Raas Puran.
Press: Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981 · Book: Shri Garba-Raas Puran

Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981, as quoted in Shri Garba-Raas Puran, p. 190

P1

ગુજરાત સમાચાર તા. ૨-૪-૧૯૭૮ રંગમ શશીકાંત નાણાવટી, ભાવનગરમાં અલગ [sic] સંસ્થાનાં ઉદ્ઘાટન નિમિત્તે તા. ૧૪મી માર્ચ ૧૯૭૮ આપણા જીવન સાથે તારા માળાની જેમ વણાઈ ગયેલ વર્ષભરના પર્વો તહેવારો વ્રતોથી કથા પર આધારિત રાસ ગરબા નૃત્ય સભર કાર્યક્રમ પરવણી રજૂ થયો. પરવણીનાં ગરબા ગૂંથણી દિગ્દર્શન તથા આયોજન પાછળ શ્રીમતી પોયણીએ ઓઝાનો અથાગ પરિશ્રમ ઉપસી આવતો હતો. શ્રીમતી કોઈની [sic] ઓઝાએ શરૂ કરેલ તેઓ શ્રીમતી પ્રજ્ઞાબેન ઓઝાના પુત્રી થાય. તેમની સંસ્થા 'ખુશ્બુ કલાવૃંદ'ના નેજા હેઠળ ભાવનગર, મુંબઈ, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં કાર્યક્રમો કરેલા જે ખુબ જ લોકચાહના મેળવતા હતા. આ કાર્યક્રમો માટે ગુજરાતનાં અખબારો શું કહે છે તે જોઈએ.

P2

ગુજરાત સમાચાર તા. ૧૯-૧૦-૧૯૮૧, શ્રીમતી પોયણીબેન ઓઝાની યશસ્વી સિદ્ધિ. તા. ૯-૧૦-૧૯૮૧ના રોજ ભાવનગરના થિયોસોફિકલ લોજના રંગમંચ ઉપર રજુ થઈ આ કાર્યક્રમ સર્વાંગી સુંદર બની રહ્યો અને હિટ ગયો. લોકનૃત્યો ગરબાનાં કાર્યક્રમ માટે ચાર પાંચ હજારનાં એક પ્રેક્ષક ગણોને આખા કાર્યક્રમ દરમિયાન યથાવત જાળવી રાખવાનું ભાવનગરમાં કદી શક્ય બન્યું ન હતું. પરવણીનાં સર્જન પછી ઝાંઝરનો ઝણકારના આ નિર્માણ સાથે શ્રીમતી પોયણી ઓઝા મુંબઈના શ્રીમતી વીણા મહેતા, અને શ્રીમતી શુભાબેન સ્વાદિયા, તથા અમદાવાદનાં શ્રીમતી સુધાબેન દિવેટિયા, શ્રીમતી જયશ્રીબેન અનિલભાઈ, સ્મિતા શાસ્ત્રી, શ્રીમતી ચિત્રા શાહ, મીરા મેનન વગેરે અર્વાચીન ગરબાનાં સિદ્ધ કલાકારોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે જ પણ ગુજરાતના ગરબા ક્ષેત્રના નકશામાં ભાવનગરને ગૌરવપ્રદ સ્થાનો અપાવે છે.

પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.

Transcribed from the printed page.

The day of Parvani. Poyani Oza (front, gold sari) and Mohammadbhai Dekhaiya (back row) among the group.A large group standing in rows in front of a decorated backdrop: Poyani Oza at the front in a gold sari, with men in suits and shirts and women in saris around her. Colourised.મૂળ ફોટોગ્રાફ પરથી રંગીન કરેલ
Family

Family

Poyani Oza on the day of Parvani. From a colourised copy.Poyani Oza standing in a gold sari with heavy gold jewellery, hands folded in front, with men behind her. Colourised crop.મૂળ ફોટોગ્રાફ પરથી રંગીન કરેલ
Family

Family

Remembered, ૨૯ October ૨૦૦૭

Saurashtra Samachar's look back ૨૫ years listed Parvani among the year's best programmes. It credited Aalap as the producer, Poyani Oza for arvachin choreography, Jitubhai Bhatt for prachin choreography, and Mohammadbhai Dekhaiya for the music, with poetry from Dayaram to Narmad.

Press: Saurashtra Samachar 29-10-2007

Press: Saurashtra Samachar 29-10-2007

Rangprabha, 25 December 1981, on Khushboo Kala Vrind, and Saurashtra Samachar, 29 October 2007, recalling Parvani, as quoted in Shri Garba-Raas Puran.
Press: Rangprabha, 25 December 1981; Saurashtra Samachar, 29 October 2007 · Book: Shri Garba-Raas Puran

Rangprabha, 25 December 1981, and Saurashtra Samachar, 29 October 2007, as quoted in Shri Garba-Raas Puran, p. 190

P1

રંગપ્રભા તા. ૨૫-૧૨-૧૯૮૧ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કલાક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું ભાવનગરનું ખુશ્બુ કલાવૃંદ લોકસંગીત, લોકનૃત્ય અને સંઘ નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા સાંસ્કૃતિક વારસાની ધરાને છેલ્લા બે વર્ષથી સતત ભીંજવી રહી છે તેમની કલાકૃતિઓમાં નાવીન્યતા અને મૌલિકતાની સાથે સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો સુભગ સમન્વય જોવા મળે છે. આ કલાવૃંદનાં કસુંબી છે શ્રીમતી પોયણી ઓઝા. તેમના દિગ્દર્શન દર્શન અને માર્ગદર્શન હેઠળ 'ખુશ્બુ કલાવૃંદ'એ ટૂંક સમયમાં પ્રગતિની હરણફાળ ભરી છે. શ્રીમતી પોયણી ઓઝાએ મુંબઈ અને અમદાવાદ દુરદર્શન ઉપર તેમના ગરબા કલાકૃતિઓ આપેલી છે. આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનની કોન્સર્ટમાં તેમના ગરબાઓ એ ઘણી પ્રસંશા મેળવી હતી.

P2

સૌરાષ્ટ્ર સમાચાર તા. ૨૯-૧૦-૨૦૦૭, ૨૫ વર્ષ પહેલા કલાની દૃષ્ટિએ વર્ષના શ્રેષ્ઠ કાર્યક્રમો, પરવણી નિર્માણ, આલાપ, દિગ્દર્શન, શ્રીમતી પોયણી ઓઝા, નૃત્ય નિર્દેશન... અરવાચીન શ્રીમતીપોયણી ઓઝા. નૃત્ય નિર્દેશન... પ્રાચીન જીતુભાઈ ભટ્ટ. સંગીત નિર્દેશન... શ્રી મહમદભાઈ દેખાયા, ભક્ત કવિશ્રી દયારામથી લઈને કવિશ્રી નર્મદ સુધીના કાવ્યો

પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.

Transcribed from the printed page.

Bharuch revival, ૧૨ January ૧૯૮૭

With the GNFC Ladies Club and Matangi Oza. Poyani travelled to Bharuch every week to train the dancers.

Video · Family · Yagnesh Acharya

Video · Family · Yagnesh Acharya

Patangotsav · Bharuch, ૧૯૮૭

Video

Video

Watch on YouTube

Press

Pragnaben Oza and Kunjlataben Mehta, who planted the pillar of garba culture in Bhavnagar. Article by Yagnesh Acharya, City Anchor page, 4 October.
Press: City Anchor, Yagnesh Acharya, 4 October

The full text of this clipping is Yagnesh Acharya’s article, reproduced in his own words on Yagneshbhai’s memories.

Read the full Gujarati text
Saurashtra Samachar, 20 March 1978, on the premiere of Parvani, as quoted in Shri Garba-Raas Puran, p. 189 (continuing on p. 190).
Press: Saurashtra Samachar, 20 March 1978 · Book: Shri Garba-Raas Puran, p. 189

Press: Saurashtra Samachar, 20 March 1978 · Book: Shri Garba-Raas Puran, p. 189

Saurashtra Samachar, 20 March 1978, as quoted in Shri Garba-Raas Puran, p. 189 (continuing on p. 190)

P1

સૌરાષ્ટ્ર સમાચાર તારીખ ૨૦-૩-૧૯૭૮. પરવણીના દિગ્દર્શન ગરબા ગૂંથણી અને આયોજન પાછળ શ્રીમતી પોયણી ઓઝાએ તનતોડ પુરુષાર્થ કર્યો હતો લગભગ ૭૫ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જાણીતા સંગીતકાર શ્રી મહમદભાઈ દેખૈયા એ કરેલ શાસ્ત્રીય સ્વરનિયોજનને પરણીની [sic] ઉજવણી વધુ ઉલ્લાસ ભરી રંગત ભરી અને દિલ ડોલન બનાવી હતી. કાર્યક્રમનાં પ્રમુખ પદે જિલ્લા કલેકટર શ્રી રામભદ્રં અને અતિથિ વિશેષ પદે ગુજરાતી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. જાણીતા લોક કલાકાર શ્રી પ્રફુલ્લ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રંગમંચ ઉપરથી કહ્યું હતું કે પોયણી બેનના આવા સરસ ગરબાનો કાર્યક્રમ જોઈને મને દુઃખ થાય છે કે મને નાચતા નથી આવડતું. પરભણીના [sic] ગાયક કલાકાર ઓમાન રેડિયો કલાકાર શ્રી પિનાકીનભાઈ મહેતા અને કુમારી રેખા ભટ્ટ ઉપરાંત શ્રીમતી હર્ષિદાબેન બુચ, શ્રીમતી સરયુબેન નાણાવટી કુમારી દીપ્તિ ભટ્ટ શ્રીમતી યામિની બેન ઓઝા જ્યારે વાદ્યવૃંદમાં શ્રી અમરશીભાઈ મહેતા, બળવંતભાઈ પરમાર, સુરેશભાઈ વાઘેલા તથા બંસરી ઉપર તરુણભાઈ મહેતા વાયોલીન ઉપર શ્રી હરિહર ભાઈ કાપડી અને મેંડોલિન ઉપર કમલભાઈ વિરાણી એ સંગત આપેલી હતી.

Transcribed from the printed page.

Gujarat Samachar, 2 April 1978 (Rangam column by Shashikant Nanavati) and 19 October 1981, on Parvani (1978) and Jhanjharno Jhankar (1981), as quoted in Shri Garba-Raas Puran.
Press: Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981 · Book: Shri Garba-Raas Puran

Press: Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981 · Book: Shri Garba-Raas Puran

Gujarat Samachar, 2 April 1978 and 19 October 1981, as quoted in Shri Garba-Raas Puran, p. 190

P1

ગુજરાત સમાચાર તા. ૨-૪-૧૯૭૮ રંગમ શશીકાંત નાણાવટી, ભાવનગરમાં અલગ [sic] સંસ્થાનાં ઉદ્ઘાટન નિમિત્તે તા. ૧૪મી માર્ચ ૧૯૭૮ આપણા જીવન સાથે તારા માળાની જેમ વણાઈ ગયેલ વર્ષભરના પર્વો તહેવારો વ્રતોથી કથા પર આધારિત રાસ ગરબા નૃત્ય સભર કાર્યક્રમ પરવણી રજૂ થયો. પરવણીનાં ગરબા ગૂંથણી દિગ્દર્શન તથા આયોજન પાછળ શ્રીમતી પોયણીએ ઓઝાનો અથાગ પરિશ્રમ ઉપસી આવતો હતો. શ્રીમતી કોઈની [sic] ઓઝાએ શરૂ કરેલ તેઓ શ્રીમતી પ્રજ્ઞાબેન ઓઝાના પુત્રી થાય. તેમની સંસ્થા 'ખુશ્બુ કલાવૃંદ'ના નેજા હેઠળ ભાવનગર, મુંબઈ, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં કાર્યક્રમો કરેલા જે ખુબ જ લોકચાહના મેળવતા હતા. આ કાર્યક્રમો માટે ગુજરાતનાં અખબારો શું કહે છે તે જોઈએ.

P2

ગુજરાત સમાચાર તા. ૧૯-૧૦-૧૯૮૧, શ્રીમતી પોયણીબેન ઓઝાની યશસ્વી સિદ્ધિ. તા. ૯-૧૦-૧૯૮૧ના રોજ ભાવનગરના થિયોસોફિકલ લોજના રંગમંચ ઉપર રજુ થઈ આ કાર્યક્રમ સર્વાંગી સુંદર બની રહ્યો અને હિટ ગયો. લોકનૃત્યો ગરબાનાં કાર્યક્રમ માટે ચાર પાંચ હજારનાં એક પ્રેક્ષક ગણોને આખા કાર્યક્રમ દરમિયાન યથાવત જાળવી રાખવાનું ભાવનગરમાં કદી શક્ય બન્યું ન હતું. પરવણીનાં સર્જન પછી ઝાંઝરનો ઝણકારના આ નિર્માણ સાથે શ્રીમતી પોયણી ઓઝા મુંબઈના શ્રીમતી વીણા મહેતા, અને શ્રીમતી શુભાબેન સ્વાદિયા, તથા અમદાવાદનાં શ્રીમતી સુધાબેન દિવેટિયા, શ્રીમતી જયશ્રીબેન અનિલભાઈ, સ્મિતા શાસ્ત્રી, શ્રીમતી ચિત્રા શાહ, મીરા મેનન વગેરે અર્વાચીન ગરબાનાં સિદ્ધ કલાકારોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે જ પણ ગુજરાતના ગરબા ક્ષેત્રના નકશામાં ભાવનગરને ગૌરવપ્રદ સ્થાનો અપાવે છે.

પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.

Transcribed from the printed page.

Rangprabha, 25 December 1981, on Khushboo Kala Vrind, and Saurashtra Samachar, 29 October 2007, recalling Parvani, as quoted in Shri Garba-Raas Puran.
Press: Rangprabha, 25 December 1981; Saurashtra Samachar, 29 October 2007 · Book: Shri Garba-Raas Puran

Press: Rangprabha, 25 December 1981; Saurashtra Samachar, 29 October 2007 · Book: Shri Garba-Raas Puran

Rangprabha, 25 December 1981, and Saurashtra Samachar, 29 October 2007, as quoted in Shri Garba-Raas Puran, p. 190

P1

રંગપ્રભા તા. ૨૫-૧૨-૧૯૮૧ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કલાક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું ભાવનગરનું ખુશ્બુ કલાવૃંદ લોકસંગીત, લોકનૃત્ય અને સંઘ નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા સાંસ્કૃતિક વારસાની ધરાને છેલ્લા બે વર્ષથી સતત ભીંજવી રહી છે તેમની કલાકૃતિઓમાં નાવીન્યતા અને મૌલિકતાની સાથે સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો સુભગ સમન્વય જોવા મળે છે. આ કલાવૃંદનાં કસુંબી છે શ્રીમતી પોયણી ઓઝા. તેમના દિગ્દર્શન દર્શન અને માર્ગદર્શન હેઠળ 'ખુશ્બુ કલાવૃંદ'એ ટૂંક સમયમાં પ્રગતિની હરણફાળ ભરી છે. શ્રીમતી પોયણી ઓઝાએ મુંબઈ અને અમદાવાદ દુરદર્શન ઉપર તેમના ગરબા કલાકૃતિઓ આપેલી છે. આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનની કોન્સર્ટમાં તેમના ગરબાઓ એ ઘણી પ્રસંશા મેળવી હતી.

P2

સૌરાષ્ટ્ર સમાચાર તા. ૨૯-૧૦-૨૦૦૭, ૨૫ વર્ષ પહેલા કલાની દૃષ્ટિએ વર્ષના શ્રેષ્ઠ કાર્યક્રમો, પરવણી નિર્માણ, આલાપ, દિગ્દર્શન, શ્રીમતી પોયણી ઓઝા, નૃત્ય નિર્દેશન... અરવાચીન શ્રીમતીપોયણી ઓઝા. નૃત્ય નિર્દેશન... પ્રાચીન જીતુભાઈ ભટ્ટ. સંગીત નિર્દેશન... શ્રી મહમદભાઈ દેખાયા, ભક્ત કવિશ્રી દયારામથી લઈને કવિશ્રી નર્મદ સુધીના કાવ્યો

પુસ્તકમાં અખબારનું અવતરણ ક્યાં પૂરું થાય છે તે દર્શાવ્યું નથી; અહીં બતાવેલી સીમા અમારું શ્રેષ્ઠ અનુમાન છે.

Transcribed from the printed page.

Bhavnagar's architecture, living symbol of its rulers' welfare policies. Report of a lecture by Dr Lakshman Vadher, Shamaldas College, at the Rotary Club of Bhavnagar, Rotary Hall, Ghogha Circle. City Anchor page, 6 September.
Press: City Anchor, report of Dr Lakshman Vadher’s lecture

City Anchor page, Bhavnagar, 6 September (year not shown)

સિટી એન્કર

સુરક્ષા, લોકકલ્યાણ અને કલાત્મકતાનો અદ્ભુત સંગમ એટલે આ સ્થાપત્યો

ભાવેણાના સ્થાપત્ય શાસકોની કલ્યાણકારી નીતિનાં જીવંત પ્રતીક

રોટરી ક્લબ ખાતે યોજાયું ડો. લક્ષ્મણ વાઢેરનું વ્યાખ્યાન

ભાવનગર | 6 સપ્ટેમ્બર

P1

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા ઘોઘા સર્કલ સ્થિત રોટરી હોલ ખાતે 'ભાવનગરનો સ્થાપત્ય વારસો' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શામળદાસ કોલેજના પ્રો. ડો. લક્ષ્મણ વાઢેરે ભાવનગરના ઐતિહાસિક નગર-સ્થાપત્ય અને લોકકલ્યાણકારી આયોજન પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભાવનગરના શાસકો દ્વારા નિર્મિત સ્થાપત્યો માત્ર પથ્થરની ભવ્ય ઇમારતો નથી, પરંતુ પ્રજા પ્રત્યેની ઉદારતા અને કલ્યાણકારી ભાવનાના જીવંત સ્મારકો છે. રાજવીઓએ પોતાની વિલાસિતાને બદલે લોકહિત અને પ્રજાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. મોખડાજી ગોહિલના સમયમાં બનેલું પીરમબેટનું દરિયાઈ સ્થાપત્ય હોય કે શિહોરના ડુંગરા પરનું બાંધકામ, તે સૌ પ્રજાની સલામતીના ભાગરૂપે તૈયાર કરાયા હતા.

P2

ભાવનગરમાં જનહિતને કેન્દ્રમાં રાખીને આલ્ફ્રેડ હાઇસ્કૂલ, માજીરાજબા કન્યાશાળા, જશોનાથ મહાદેવ મંદિર, તખ્તેશ્વર મહાદેવ, ગંગાદેરી, સર તખ્તસિંહજી હોસ્પિટલ, શામળદાસ કોલેજ, બાર્ટન લાઈબ્રેરી, શ્રી ગૌરીશંકર તળાવ (બોરતળાવ), નંદકુંવરબા અનાથ બાલિકાગૃહ અને બંદર લોકગેટ જેવી અદ્ભુત રચનાઓ કરવામાં આવી. આ તમામ બાંધકામોમાં ભારતીય, ઇસ્લામિક અને યુરોપિયન શૈલીનો અપ્રતિમ ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ ઐતિહાસિક સ્થાપત્ય ઘડતરમાં ગૌરીશંકર ઓઝા, શામળદાસ મહેતા, વિઠ્ઠલદાસ મહેતા, વિજયશંકર ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી અને અનંતરાય પટ્ટણી જેવા દીવાનોએ શાસકોના વિઝનને જમીન પર ઉતારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

P3

શહેરમાં દેસાઈ શૈલેન્દ્રકુમાર વિધુતરાયનું 'હરિ ભુવન', અમૃતરાય દેસાઈનું મકાન અને ટી.બી. જૈન કન્યાશાળા જેવી ખાનગી ઇમારતો પણ પ્રાચીન ભવનકલાની ગૌરવશાળી ઓળખ જાળવી રાખે છે. ભાવનગર રાજ્ય તેના સ્થાપત્યો માટે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતું રાજ્ય હતું.

કૃષ્ણનગરના આયોજનનો યશ વી. સી. મહેતાને ફાળે

P4

ભાવનગરના આધુનિક નગર આયોજન 'કૃષ્ણનગર'નો યશ વાસ્તુકલા નિષ્ણાત વિરેન્દ્રરાય ચંદ્રશંકર મહેતાને ફાળે જાય છે. તેમણે ભાવનગર ઉપરાંત રાજકોટ, મોરબી, ગોંડલ અને વાંકાનેર જેવા શહેરોના આયોજનમાં પણ સેવાઓ આપી હતી. તેઓ 'ગૃહવિધાન' પુસ્તક થકી 'નગર શિલ્પી' તરીકે પ્રખ્યાત થયા. સર જોન ગ્રીફિથ અને પ્રોફેસર સિમ્સનના સહયોગથી ભાવનગરનો સ્થાપત્ય વારસો વધુ સમૃદ્ધ બન્યો. આ ઉપરાંત સર વિશ્વેશ્વરૈયાના શિષ્ય ઉપેન્દ્ર ભટ્ટે શહેરની ભૂગર્ભ ગટર વ્યવસ્થા, વોટર ફિલ્ટ્રેશન અને લોકગેટ તેમજ વિક્ટોરિયા બંધના ટેકનિકલ નિર્માણમાં મોટું પ્રદાન આપ્યું હતું.

Transcribed from the printed page.